Monday, April 20, 2020

ગુજરાત ના પ્રખ્યાત સાહિત્ય કાર

સાંઇરામ દવે નો જન્મ તારીખ ૭/૦૨/૧૯૭૭ના રોજ પિતા વિષ્ણુપ્રસાદ દવે (પ્રસાદજી) પ્રાચીન ભજનીક અને માતા સરોજ બેન દવેના પરિવારમાં ગોંડલ ખાતે થ
યો હતો.

સાઇરામ દવે
નિવાસ-:ગોંડલ (ગુજરાત) ૩ કલાકમાં ૩૬૫ દિવસનો થાક ઉતારતા કવિ એટલે સાંઇરામ દવે. ડિપ્લોમા ઇલેક્ટ્રિક્લ એન્જિનિયરમાંથી પિતાના વારસાને જાળવવા કલાકાર બન્યા. ઇ. સ. ૧૯૯૭ની સાલમાં અમરેલી DIETમાંથી PTC કેન્દ્ર પ્રથમ આવ્યા. ૧૯૭૭થી લોકકલા ક્ષેત્રમાં પદાર્પણ કર્યુ. ૩૧ વર્ષની વયે ૩૧ જેટલા જુદા- જુદા વિષય પર હાસ્ય, લોકસાહિત્યના ઓડિયો-વિડિયો આલ્બમ આપ્યા. ૨૦૦૦ની સાલમાં આકાશવાણી રાજકોટ ના B-high Grade લોક વાર્તાકાર તરીકે માન્યતા મેળવી. "ચમન બનેગા કરોડપતી" કેસેટ થકી ગુજરાત રાજ્યના ગામડે ગામડે ગાજતા થયા. દુબઇ, મસ્કત, અબુધાબી, કેન્યા, બ્રિટન, ટાન્ઝાનિયા જેવા વિદેશમાં લોકોને ગુજરાતની લોકકલાની ઝલક આપી. ચારણી સાહિત્ય અને લોક સાહિત્યમાં રાષ્ટ્રભક્તિના ત્રિવેણી સંગમ થકી એક વિભિન્ન ભેટ ધરી જેમાં એક સાથે ૧૪૮ જ્ઞાતિનાં નામ, ૧૦૪ પહાડનાં નામ, ૮૦ નદીઓ, ૬૦ પ્રકારની સાડીઓનાં નામ સાંઇરામના કંઠે સાંભળવા એ એક લ્હાવો છે. પોતે એક રાષ્ટ્રભક્ત કવિ છે, તેમણે સૌ પ્રથમ "ગુજરાત ચાલીસા"નું સર્જન કર્યુ અને ૫૧ જેટલા ગુજરાતની ગૌરવગાથાનાં ગીતો લખ્યાં અને લોકમુખે રમતા કર્યાં. તદઉપરાંત કન્યા કેળવણી, સ્ત્રી ભૃણ હત્યા નિવારણ, એઇડસ નિવારણ, ઉતરાયણ, પર્યાવરણ, બાળગીતો તથા નર્મદાનાં ગીતો લખ્યાં છે. "સાંઇરામના હસ્તાક્ષર" જેમનું હાસ્ય, દર્દ અને દેશભક્તિની કવિતાનો પ્રથમ કાવ્ય સંગ્રહ છે, તારીખ ૭/૨/૨૦૦૭ના રોજ તેનું વિમોચન પ.પુ.રમેશભાઈ ઓઝાના વરદ હસ્તે થયું. યુવા વર્ગને ધ્યાનમાં રાખી ગુજરાતના લોક કલાકારોમાં સૌ પ્રથમ વેબસાઇટ રજુ કરી યુવાવર્ગમાં લોકસંગીત પ્રત્યેનો આદરભાવ લાવવાનો પ્રયાસ કર્યો. ગુજરાત સરકાર દ્વારા આયોજીત મહિલા સંમેલન, માતૃ વંદના રેલી, વન બંધુ સંમેલન, ગુજરાત સ્થાપના દિન, પ્રજાસત્તાક પર્વ, સ્વાત્ર્યંત્ર પર્વ તેમ જ ગૌરવ સંમેલનમાં પિતા-પુત્રની આ બેલડીએ ગુજરાતનાં ગીતો ગુંજતા કર્યા છે. આચાર્ય તરીકે પ્રા-શાળા નં-૫માં ફરજ બજાવતા આ કલાકારે અતિ પછાત વર્ગના બાળકોને પોતાની કલાના માધ્યમ દ્વારા દુરદર્શન અમદાવાદ ,રાજકોટ સુધી રજુ કર્યા છે. વર્ષ ૨૦૦૬-૦૭માં ગુજરાત સરકારે તેમને લોક-કલાક્ષેત્રનો "ગુજરાત ગૌરવ પુરસ્કાર" એવોર્ડ આપી અને સન્માન કર્યું છે. ગાયન, વાદન, હાસ્ય, સાહિત્ય અને કવિતાનો પંચામૃત એક જ કલાકારમાં જોવા મળે છે.

No comments:

Post a Comment

𝘐𝘧 𝘺𝘰𝘶 𝘬𝘯𝘰𝘸 𝘢𝘯𝘺 𝘥𝘰𝘸𝘯𝘵 𝘱𝘭𝘦𝘢𝘴𝘦 𝘭𝘦𝘵 𝘮𝘦 𝘯𝘰𝘸

Tomoto

टमाटर  विश्व में सबसे ज्यादा प्रयोग होने वाली सब्जी है। इसका पुराना वानस्पतिक नाम  लाइकोपोर्सिकान एस्कुलेंटम  मिल है। वर्तमान समय में इसे ...